

પરમ સદગુરુ કબીર સાહેબ એ, ભારત દેશના આધ્યાત્મીક સરોવરમાં ઉગેલું સુંદર અને મનોહારી કમળપુષ્પ છે. કબીર ભારતની આધ્યાત્મીકતાના જ્ઞાનનું ઊંચું ગુરુશિખર, ભારતના આધ્યાત્મીક ગુંજારવની મધુર સુરાવલીનો અનહદ નાદ અને ભારતની આધ્યાત્મીક તેજોમયતાનું અતિ તેજસ્વીપ્રકાશપુંજ છેપોતાના સરળ જીવન, સરળ ભાષા, સહજ માર્ગ, જાતિ-પંથ-ધર્મ-નિરપેક્ષતા, અને અનુપમ કવિત્વથી ભારતના જનમાનસ ઉપર કબીરે અમીટ છાપ છોડી છે. તેમના જીવન કાળને છ સદી વહી જવા છતાં, પણ તેમની વાણીનું તેજ હજુ સુધી પણ તેવું અને તેવું જ રહયું છે. કબીરની કાળજયી વાણી આજે પણ લોકોને પ્રેરણા આપી રહી છે અને મનુષ્યજાતિની આવનારી પેઢીને પણ પ્રેરણા આપતી જ રહેશે. કબીરનું દર્શન સમગ્ર માનવજાતિ માટે છે. અને કોઈ પણ દેશ, કાળ, જાતિ, પંથ અને ધર્મએ બધાથી નિરપેક્ષ છે. અને તેથી જ કબીર સાર્વત્રિક અને સદાકાલીન છે. સત્યનિષ્ઠા, માનવતાનો મહિમા, પ્રેમ, અનુરાગ, તમામ ધર્મોના એકત્વનું દર્શન એ કબીરના કવિત્વમાં જોવા મળે છે . સરળ ઉદાહરણોથી જીવનના ઊંડા રહસ્યો દર્શાવવાની ક્ષમતા અને કવિત્વનો જે અદભૂત સંગમ કબીરમાં જોવા મળે છે, તે માત્ર વિરલ સંતોમાં જ જોવા મળે છે. કબીર આધ્યાત્મ માર્ગના તમામ પથિકના માર્ગ દર્શક છે, ભલેને તે પથિક કોઈ પણ દેશ, કાળ, જાતિ, પંથ, અને ધર્મમાં આવેલો હોય. કબીર સાહેબનું જીવન દર્શન સહજ, સર્વવ્યાપી, સાર્વત્રિક અને જીવનના તમામ આયામોને સ્પર્શતું હોઇ, તેમના જીવન દર્શનને કોઈ સિદ્ધાંત, ચિંતનધારા કે તત્વચિંતનના સ્વરૂપમાં દર્શાવી શકાય તેમ નથી. કબીર અસ્તિત્વને સિદ્ધાંતોમાં બાંધવા કરતાં તે જેમ છે, તેમ જ તેની વ્યાપકતાના સહજ સ્વીકારમાં માને છે. અસ્તિત્વ અને સત્યરૂપી સમુદ્રના કબીર મરજીવા છે. તેમાં કબીર જ્યારે ડૂબકી મારે છે ત્યારે તે તેમાંથી, મોતીઓ અને માણેક સ્વરૂપી, અદભૂત,અનુપમ અને સુંદર સાખીઓ, દોહાઓ અને ભજનો લઈને બહાર આવે છે. કબીર સાહેબ સમુદ્રમાંથી જે મોતિઓ અને માણેક લઈને બહાર આવે છે, તે પાસાદાર હીરા સરિખી અદભૂત સ્ફટીકમય રચના, ઇંદ્રધનુષી રંગો અને અંતરીક્ષના તેજપૂંજની જેવી આભા ધરાવે છે. તે દિવ્ય આભા, તેને નિરખનારના અંતરમાં પ્રેમ અને જ્ઞાનનું અજવાળું પ્રસારે છે, જેથી તેને નિરખનાર તેનાથી અચંબીત અને અભિભૂત થયા વિના રહી શકતો નથી. જ્ઞાન પથ ના પથિક માટે સ્વયં કબીર પોતે જ, સદાકાળ ઘૂઘવતો રહેતો, અસીમ અને અગાધ અને પોતાના પેટાળ માં અનેક મોતીઓ અને માણેક સંઘરીને રહેલો એવો રત્નાકર સમુદ્ર છે. કબીર સાહેબના વચન સ્વયં એટલા સરળ, સ્પષ્ટ અને તેજોમય છે કે તેનો ભાગ્યે જ વિસ્તાર કરીને સમજાવવાની જરૂર પડે, અને તેમની રચનાને વિસ્તારીને વર્ણન કરવું એ તો સૂર્યના દર્શન કરાવવા તેની સામે દીપકનું અજવાળું ધરવું એના જેવું થાય. તેમના વચન સ્વયં એટલા ઇંદ્રધનુષી છે કે તેનો વિસ્તાર કરવો એ તો મોર પીંછના પીંછાને વધુ સુંદર અને રંગીન બનાવવા તેમાં રંગ પુરવા એના જેવું થાય. તેમના વચન સ્વયં એટલા સુમધુર છે કે તેનો વિસ્તાર કરવો એ તો આમ્રકુંજમાં ટહુકાર કરતી કોયલના સુમધુર સ્વરને વધુ સુરીલો અને કર્ણમંજૂલ બનાવવા તે ટહુકારની સાથે સંગીતના સાજ, મૃદંગ, તંબૂરની સંગત આપવી એના જેવું થાય.તેમના વચન સ્વયં એટલા પ્રેરક છે તેનો વિસ્તાર કરવો એ તો સમુદ્રના લહેરાતા પવનોમાં ઊભરતા મોજા ઉપર સઢ માત્રથી ચાલતી નૌકાને વધુ ગતિથી ચાલેતે માટે હલેસા મારવા એના જેવું થાય. તેમ છતાં પ્રસ્તુત ગ્રંથમાં કબીરના વચનનો વિસ્તાર કરવાનો યત્કિંચીત પ્રયત્ન કરવામાં આવ્યો છે. શકય છે કે, જે વચનોના અર્થોને સમજવામાં ક્યાંક અક્ષમતા કે ક્ષતિ રહી જવા પામેલ હોય, આવી કોઈ પણ અક્ષમતા કે ક્ષતિ માટે અંતરથી ક્ષમા યાચું છું. કોઈ જ્ઞાનપથના આંતર્ખોજી પથિકને, તેની ખોજના પથ ઉપર, આગળ વધવામાં જ્ઞાનનો દિપક, તેના પથ ઉપર અજવાળું પાથરે, તેમ જ, તિમિર અને અંધકારમાં, ઘનઘોર મેઘલી રાતે અટવાયેલ પથિકને, એક ડગલું આગળ માંડી શકે તે માટે, દીપકની જ્યોતિ વીજળી સ્વરૂપે ઝબકતી રહે, એ જ અંતરની અભ્યર્થના. કોઈ હતાશાથી ઘેરાયેલા મનના માનવીના જીવનમાં શ્રદ્ધા અને જીવનના નૂતનપ્રારંભના નિર્ધારના, ઇંદ્રધુષી રંગો તેના પ્રાંગણની રંગોળીમાં પુરાતા રહે એ જ અંતરની અભિલાષા. જેનું જીવન બેસૂરુ થઈ ગયેલ છે તેમના જીવનમાં આનંદ અને ઉત્સાહના મધુર સૂરો , મૃદંગ અને તંબૂરની કર્ણ મંજૂલ ધૂન બનીને ગુંજતા રહે તેવી અંતરની આશા... જેનું જીવન દિશાહીન થઈ ગયેલ છે. તેમની જીવન નૌકા કિનારે પહોંચે તે માટે હિંમત, પુરુષાર્થ અને સત્કર્મોના હલેસાંઓ ચાલતા રહે અને તેના જીવનમાં હામના મોજાંઓ ઉભરાતા રહે તેવી અંતરની અપેક્ષા. જેમનું જીવન શોક-સંતપ્ત થયેલ છે, તેમની આંખોમાં છલકાયેલ અશ્રુઓ ગાલ ઉપર સરકીને સાંત્વનાના પવનની લહેરેખીમાં સુકાઈ જાય અને તેમના હોઠ ઉપર સ્મીત ઊભરી આવે એ જ અંતરની પ્રાર્થના.
| Best Sellers Rank | #2,590,112 in Kindle Store ( See Top 100 in Kindle Store ) #220 in Gujarati eBooks #1,320 in Religious Poetry eBooks #3,866 in Prayer (Kindle Store) |
Trustpilot
2 weeks ago
3 days ago